________________ 172 પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ - પરમ રહસ્ય - ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ . શું સૂઝયે, પ્રાપ્ત થયે છૂટકો? મોહમયી, કાર્તિક સુદિ 14, બુધ, 1947 સતજિજ્ઞાસુ-માર્ગાનુસારી મતિ. ખંભાત. ગઈ કાલે પરમભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહ્વાદની વિશેષતા થઈ. અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમત કરેલું સર્વ સમત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સપુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું ? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમત છે. પ્રસંગોપાત્ત પત્ર લખવાનો લક્ષ રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાનવાર્તા કરતા રહેશો. અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો. અને તેના તેમ જ ત્રિભોવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. મિતિ એ જ - એ જ વિજ્ઞાપન. સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના.