________________ 168 એનું સ્વપ્ન જો દર્શન પામે રે . અગિયારમેથી લથડેલાને કેટલા ભવ? - અગિયારમે પ્રકૃતિઓ - શુભ ભાવની પ્રબળતાથી અનુત્તર વિમાન મુંબઈ, કાર્તિક સુદ 13, સોમ, 1947 એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજ ભામે રે; થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવનદોરી અમારી રે. આપનું કૃપાપત્ર ગઈ કાલે મળ્યું. પરમાનંદ ને પરમોપકાર થયો. અગિયારમેથી લથડેલો ઓછામાં ઓછા ત્રણ અને ઘણામાં ઘણા પંદર ભવ કરે, એમ અનુભવ થાય છે. અગિયારમું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન, વચન, કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાનો બંધ થાય છે, અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હોય છે. આજ્ઞાંકિત