________________ 166 સપુરુષના એકેક વાક્યમાં, શબ્દમાં, અનંત આગમ - મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ - માયિક વાસનાનો અભાવ - છૂટવાની વાતનો આત્માથી ભણકાર - મોક્ષનો માર્ગ મુંબઈ, કાર્તિક સુદ 6, ભોમ, 1947 સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સપુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે : 1. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું. ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. 2. કોઈ પણ પ્રકારે સદૃગુરૂની શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. 3. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, ‘સત’ મળ્યા નથી, ‘સ’ સુપ્યું નથી, અને ‘સ’ શ્રધ્યું નથી, અને એ મળે, એ સુયે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. 4. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. 5. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.