________________ Errorl Reference source not found. Error! Reference source not found. 164 હે હરિ ! તારું સ્વરૂપ પરમ અચિંત્ય, અદ્ભુત ! અદભુત ! અદભુત ! અદભુત ! પરમ અચિંત્ય એવું હે હરિ, તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું ? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ તે તને શું જાણે ? સર્વસત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઇચ્છું છું. ઇચ્છું છું. તારી કૃપાને ઇચ્છું છું. તને ફરી ફરી હે હરિ, ઇચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તે અનુગ્રહ કર ! અનુગ્રહ !!