________________ 156 પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો- મહાવીર દેવે જગતને કેવું જોયું? મુંબઈ, 1946 પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું - તેમાં અનંત ચૈતન્યાત્માઓ મુક્ત દીઠા. અનંત ચૈતન્યાત્માઓ બદ્ધ દીઠા. અનંત મોક્ષપાત્ર દીઠા. અનંત મોક્ષ અપાત્ર દીઠા. અનંત અધોગતિમાં દીઠા. ઊર્ધ્વગતિમાં દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક જોયું.