________________ 151 વીર્યનાં પ્રકારનો વિચાર - એ અર્થ સમર્થ છે. આસો, 1946 ત્રણ પ્રકારનાં વીર્ય પ્રણીત કર્યા : (1) મહાવીર્ય. (2) મધ્યવીર્ય. (3) અલ્પવીર્ય. ત્રણ પ્રકારે મહાવીર્ય પ્રણીત કર્યું - (1) સાત્વિક. (2) રાજસી. (3) તામસી. ત્રણ પ્રકારે સાત્વિક મહાવીર્ય પ્રણીત કર્યું - (1) સાત્વિક શુક્લ. (2) સાત્વિક ધર્મ. (3) સાત્વિક મિશ્ર. ત્રણ પ્રકારે સાત્વિક શુક્લ મહાવીર્ય પ્રણીત કર્યું - (1) શુક્લ જ્ઞાન. (2) શુક્લ દર્શન. (3) શુક્લ ચારિત્ર. (શીલ) સાત્વિક ધર્મ બે પ્રકારે પ્રણીત કર્યા : (1) પ્રશસ્ત. (2) પ્રસિદ્ધ પ્રશસ્ત. એ પણ બે પ્રકારે પ્રણીત કર્યું? (1) પન્નતે. (2) અપન્નતે. સામાન્ય કેવળી તીર્થકર એ અર્થ સમર્થ છે.