________________ 148 સિદ્ધિ કેવા પ્રકારે? વિવાણિયા, આસો સુદ 10, ગુરૂ, 1946 પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું, જે પત્રમાં લક્ષમ્યાદિકની વિચિત્રા દશા વર્ણવી છે તે. એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે તો ઇચ્છિત સિદ્ધિને પામશે. આ નિઃસંશય છે. વિગતપૂર્વક પત્ર લખી શકું એવી દશા રહેતી નથી. વિ. રાયચંદના યથોચિત