________________ 145 ક્ષમા - આત્મનિવૃત્તિ કરશો વવાણિયા, આસો સુદ 2, ગુરૂ, 1946 મારો વિચાર એવો થાય છે કે...........પાસે હંમેશાં તમારે જવું. બને તો જીભથી, નહીં તો લખીને જણાવી દેશો કે, મારું અંતઃકરણ તમારા પ્રત્યે નિર્વિકલ્પી જ છે, છતાં મારી પ્રકૃતિના દોષે કોઈ રીતે પણ આપને દૂભવવાનું કારણ ન થાય એટલા માટે આગમનનો પરિચય મેં ઓછો રાખ્યો છે, તે માટે ક્ષમા કરશો. ઇ0 જેમ યોગ્ય લાગે તેમ કરી આત્મનિવૃત્તિ કરશો. અત્યારે એ જ. વિ. રાયચંદના યથા)