________________ 144 ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ - “તુંહિ તૃહિ” ની પ્રવાહના કલ્પિત ભૂલી ગયે છૂટકો વવાણિયા, બીજા ભાવિદ 0)), સોમ, 1946 આપનું પતું મળ્યું. પરમાનંદ થયો. ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તોપણ રાખવા ઇચ્છા નથી. એક “Úહિ તુહિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું ? લખ્યું લખાય તેમ નથી; કથ્ય કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તો શ્રેણીઓ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યક્તતા જ છે, માટે જે નિઃસ્પૃહ દશાનું જ રટણ છે, તે મળે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો ક્યારે આગમન થશે ? વિ. આ૦ રાવ