________________ 143 પાંચ અભ્યાસ- નિર્વાણમાર્ગ વવાણિયા, બી. ભાદરવા વદ 13, શનિ, 1946 નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો : 1. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો. 2. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. 3. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. 4. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. 5. કોઈ એક સપુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે, પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશય માનો. અધિક શું કહ્યું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી, અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે - (સૂઝયું છે). હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઇચ્છા છે, તોપણ અધિક ઇચ્છો; ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો. પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાવ