________________ 141 વ્યાસ ભગવાનનું વચન- રૂછIષ વિકીર્તન વવાણિયા, દ્વિ. ભાદ્ર. વદ 12, શુક્ર, 1946 સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય, વ્યાસ ભગવાન વદે છે કે :'इच्छादवेषविहीनेन सर्वत्र समचेतसा। भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः।। ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. આપ જુઓ, એ વચનમાં કેટલો બધો પરમાર્થ તેમણે સમાવ્યો છે ? પ્રસંગવશાત એ વાક્યનું સ્મરણ થવાથી લખ્યું. નિરંતર સાથે રહેવા દેવામાં ભગવતને શું ખોટ જતી હશે ? આજ્ઞાંકિત 1 શ્રીમદ્ ભાગવત સ્કંધ 3, અધ્યાય 24, શ્લોક 47.