________________ 136 ક્યાં સુધી શાંતિ દુર્લભ? વવાણિયા, બી. ભા. સુદ 14, રવિ, 1946 તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું. પત્રોથી અધિક શું જણાવું? જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઇત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહુ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુર્યું હોય તોપણ આ પર અધિક લક્ષ રાખશો. રાયચંદ