________________ 134 દેહધારીને વિટંબના એક ધર્મ - આ ક્ષેત્રે આ દેહધારીનો જન્મ- આ દેહધારીનો જન્મ યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષ- પરના પરમાર્થ સિવાયનો દેહ ગમતો નથી વવાણિયા, દ્વિ, ભાદ્ર. સુદ 8, રવિ, 1946 બન્ને ભાઈઓ, દેહધારીને વિટંબના એ તો એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું ? ધર્મભક્તિયુક્ત એવા જ તમે તેની પાસે એવી પ્રયાચના કરવાનો યોગ માત્ર પૂર્વકર્મે આપ્યો છે. આભેચ્છા એથી કંપિત છે. નિરુપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઇચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદનવાક્ય લખ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિર્ગથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આભેચ્છાની છે. યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું ? પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો ? આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. વિ. રાયચંદના યથાયોગ્ય.