________________ 132 સમ્બનસંગતિ - પરમાર્થરૂપ થવું, અનેકને પરમાર્થ સહાયક થવું વવાણિયા, પ્ર. ભાદ્ર. વદિ 13, શુક્ર, 1946 "क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका." ક્ષણવારનો પણ સપુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે, અને તે યથાર્થ જ લાગે છે. આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો; તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે. અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે, તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે, તે વાત પર હમણાં લક્ષ રહ્યું નથી.