________________ હું પોતાની અપેક્ષાએ કહું છું). અને વિકલ્પાદિક ક્લેશનો તો નાશ જ કરવો ઇચ્છયો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ; પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ કોણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રનો ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે, તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય, ત્યાં કેમ કરવું? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રોમે રુચિકર છે.