________________ 122 બંધનનો હેતુ- અણારંભી અને આરંભી- મર્મબોધ અને તેનું રુચવું પુરુષોની કૃપાદ્રષ્ટિમાં મુંબઈ, અષાડ, 1946 પૂર્વિત કર્મનો ઉદય બહુ વિચિત્ર છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત. તીવ્રરસે કરી, મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે. શુદ્ધયોગમાં રહેલા આત્મા અણારંભી છે. અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો. અરસપરસ તેમ થવાથી, ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભરે. બહલ કર્મના યોગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા, પણ કાંઈક શુભના ઉદયથી જે યોગ મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે, અને તે રુચવું બહુ દુર્ઘટ છે. તે સત્પરુષોની કૃપાદ્રષ્ટિમાં રહ્યું છે. અલ્પકર્મના યોગ હશે તો બનશે. નિઃસંશય જે પુરુષની જોગવાઈ મળી તે પુરુષને શુભોદય થાય તો નક્કી બને; પછી ન બને તો બહુલ કર્મનો દોષ !