________________ 121 કેવું પુસ્તક વાંચવું?- ધાર્મિક કથા કયાં?- દુષમકાળ- સુગમ સાધન મુંબઈ, અષાડ, 1946 પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો. ધર્મકથા લખવા વિષે જણાવ્યું તો તે ધાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાસ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગનાં સાધન કયાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. ત્યાગવા યોગ્ય એવાં સ્વચ્છેદાદિ કારણો તેને વિષે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સત્પરુષો વિષે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસપણું વર્તે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કોઈ કોઈ અંશે ગણવા યોગ્ય છો. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે.