________________ 119 વીતરાગ– અભ્યાસવાયોગ્ય નિર્ભયપણું શ્રેયસ્કર તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો મુંબઈ, અષાડ વદ 7, ભોમ, 1946 નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એ જ અભ્યાસવા યોગ્ય છે; નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે; તથાપિ કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ... કરીએ છીએ. બન્ને પત્ર મળ્યાં. સંતોષ થયો. આચારાંગ સૂત્રનો પાઠ અવલોક્યો. યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે અર્થ લખીશ. ધર્મેચ્છક ત્રિભોવનદાસનાં પ્રશ્નનું ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. જેનું અપાર માહાન્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો. વિ. રાયચંદ