________________ 111 તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તી - જીવન સમવૃત્તિએ - ગૃહવાસ પર્યતકાળ ઉચિતપણે મુંબઈ, ફાગણ, 1946 પરમ સત્ય છે. તે પરમ સત્ય છે. ત્રિકાળ એમ જ છે. પરમ સત્ય છે. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઊગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તે. જીવન-અજીવન પર સમવૃત્તિ હો. જીવન હો તો એ જ વૃત્તિએ પૂર્ણ હો. ગૃહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. ગૃહવાસમાં તેમાં જ લક્ષ હો. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ, સઘળાં સમાન જ માન. ત્યાં સુધીનો તારો કાળ ઘણો જ ઉચિત જાઓ. અમુક વ્યવહાર-પ્રસંગનો કાળ. તે સિવાયનો તત્સંબંધી કાર્યકાળ. પૂર્વિત કર્મોદયકાળ. નિદ્રાકાળ. જો તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી તારા ઉપજીવન - વ્યવહાર સંબંધી સંતોષિત હોય તો ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવવો. તેની એથી બીજા ગમે તે કારણથી સંતોષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરવો, અર્થાત્ પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં.