________________ 108 આત્મા નામ માત્ર કે વસ્તુસ્વરૂપ છે? આત્મા નામ માત્ર છે કે વસ્તુસ્વરૂપ છે ? આત્મા નામ માત્ર છે કે વસ્તુસ્વરૂપ છે ? જો વસ્તુસ્વરૂપ છે તો કંઈ પણ લક્ષણાદિથી તે જાણી શકવા યોગ્ય છે કે કેમ ? જો તે લક્ષણાથિી કોઈ પણ પ્રકારે જાણી શકવા યોગ્ય નથી એમ માનીએ તો જગતમાં ઉપદેશમાર્ગની પ્રવૃત્તિ કેમ થઈ શકે છે ? અમુકનાં વચનથી અમુકને બોધ થાય છે તેનો હેતુ શો ? અમુકનાં વચનથી અમુકને બોધ થાય છે એ સર્વ વાત કલ્પિત છે, એમ માનીએ તો પ્રત્યક્ષ વસ્તુનો બાધ થાય, કેમ કે તે પ્રવૃત્તિ પ્રત્યક્ષ દેખાય છે. કેવળ વંધ્યાપુત્રવતું નથી. કોઈ પણ આત્મવેત્તાથી કોઈ પણ પ્રકારે આત્મસ્વરૂપનો વચન દ્વારા ઉપદેશ_ [અપૂર્ણ ]