________________ પુગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. 5 જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છેહ સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. 6 5. જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. 1 સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. 2