________________ 106 રચનાનું વિચિત્રપણું સમ્યજ્ઞાન બોધક - જનમંડળની અપેક્ષાએ હતભાગ્યકાળ - એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે મુંબઈ, ફાગણ સુદ 8, 1946 સુજ્ઞ ભાઈશ્રી, તમારું પત્ર અને પત્તે બન્ને મળ્યાં હતાં. પત્રને માટે તમે તૃષા દર્શાવી તે વખત મેળવી લખી શકીશ. વ્યવહારોપાધિ ચાલે છે. રચનાનું વિચિત્રપણું સમ્યજ્ઞાન બોધે તેવું છે. ત્રિભોવન અહીંથી સોમવારે રવાના થવાના હતા. તમને મળવા આવી શક્યા હશે. તમે, તેઓ અને બીજા તમને લગતા માંડલિકો ધર્મને ઇચ્છો છો. તે જો સર્વનું અંતરાત્માથી ઇચ્છવું હશે તો પરમ કલ્યાણરૂપ છે. મને તમારી ધર્મજિજ્ઞાસાનું રૂડાપણું જોઈ સંતોષ પામવાનું કારણ છે. જનમંડળની અપેક્ષાએ હતભાગ્યકાળ છે. વધારે શું કહેવું ? એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. વિ. રાયચંદના પ્રણામ, તમને અને તેમને.