________________ 105 મહાવીરના બોધને પાત્ર કોણ ? મુંબઈ, ફાગણ સુદ 6, 1946 1. પુરુષના ચરણનો ઇચ્છુક, 2. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, 3. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, 4. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, 5. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, 6. ઉપયોગથી એક પળ પણ ભરનાર, 7. એકાંતવાસને વખાણનાર, 8. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી, 9. આહાર, વિહાર, નિહારનો નિયમી, 10. પોતાની ગુરૂતા દબાવનાર, એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યફદશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી.