________________ 104 વ્યવહારક્રમ તોડીને લખવા અશક્ત- જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે મુંબઈ, માહ વદ 2, શુક, 1946 તમારું પત્ર ગઈ કાલે મળ્યું. ખંભાતવાળા ભાઈ મારી પાસે આવે છે. તેમની મારાથી બનતી ઉપાસના કરું છું. તેઓ કોઈ રીતે મતાગ્રહી હોય એવું મને હજુ સુધી તેઓએ દેખાડ્યું નથી. જીવ ધર્મજિજ્ઞાસુ જણાય છે. ખરું કેવલીગમ્ય. તમારી આરોગ્યતા ઇચ્છું છું. તમારી જિજ્ઞાસા માટે હું નિરુપાય છે. વ્યવહારક્રમ તોડીને હું કંઈ નહીં લખી શકું; એ તમને અનુભવ છે, તો હવે કાં પુછાવો ? તમારી આત્મચર્યા શુદ્ધ રહે તેમ પ્રવર્તજો. જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે. એ જ અત્યારે ભલામણ.