________________ 98 વીતરાગદેવમાં વૃત્તિ રાખી પ્રવર્તવુ મુંબઈ, પોષ વદ 9, ભોમ, 1946 તમારું પતું આજે મલ્યું. વિગત વિદિત થઈ. કોઈ પ્રકારે તેમાં શોક કરવા જેવું કંઈ નથી. તમને શરીરે શાતા થાઓ એમ ઇચ્છું છું. તમારો આત્મા સદભાવને પામો એ જ પ્રયાચના છે. મારી આરોગ્યતા સારી છે. મને સમાધિભાવ પ્રશસ્ત રહે છે. એ માટે પણ નિશ્ચિત રહેશો. એક વીતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો. તમારો શુભચિંતક રાયચંદ્ર