________________ 97 બે પ્રકારથી ચાર પુરુષાર્થ મુંબઈ, પોષ સુદ 3, 1946 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સપુરુષોનો ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે. 1. 1. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. 2. જડચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કહ્યો છે. 3. 3. ચિત્તનિરોધને કામ. 4. 4. સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ. એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે : ધર્મ -- સંસારમાં અધોગતિમાં પડતો અટકાવી ધરી રાખનાર તે “ધર્મ'. અર્થ -- વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાધન. કામ નિયમિત રીતે સ્ત્રીપરિચય. મોક્ષ સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ. ધર્મ'ને પહેલાં મુકવાનો હેતુ એટલો જ છે કે, ‘અર્થ’ અને ‘કામ’ એવાં હોવાં જોઈએ કે, “ધર્મ' જેનું મૂળ હોવું જોઈએ. એટલા જ માટે ‘અર્થ’ અને ‘કામ’ પછી મૂકવામાં આવ્યા છે. ગૃહસ્થાશ્રમી એકાંત ધર્મસાધન કરવા ઇચ્છે તો તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી. અને ગૃહસ્થાશ્રમ જો, [અપૂર્ણ ]