________________ 94 બંધાયેલાને છોડવો મુંબઈ, માગશર સુદ 9, રવિ, 1946 સુજ્ઞશ્રી, તમે મારા સંબંધમાં જે જે પ્રસ્તુતિ દર્શાવી તે તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણો પ્રકાશિત થાય એમ પ્રવર્તવા અભિલાષા છે. પરંતુ તેવા ગુણો કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ, એમ ગણીએ તો ગણી શકાય. આપણે જેમ બને તેમ એક જ પદના ઇચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આ કે “બંધાયેલાને છોડવો”. એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે. વિ. રાયચંદના પ્રણામ.