________________ 86 અનંતકાળ થયાં જીવની નિવૃત્તિ કેમ થતી નથી? - ચાર ભાવના સં. 1946 નિ:સ્પૃહી મહાત્માઓને અભેદભાવે નમસ્કાર 1‘અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ?" આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સપુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. મૈત્રી- સર્વ જીવ પ્રત્યે હિતચિંતવના. પ્રમોદ- ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ. કરુણા- કોઈ પણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું. મધ્યસ્થતા- નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. 1 જુઓ આંક 195 2 જુઓ આંક ૧૫૩માં પણ આ વાક્ય છે.