________________ 81 કર્મની વિચિત્ર બંધસ્થિતિ - મહાન મનોજથી વર્તમાનાદિ વિ. સં. 1945 અહોહો ! કર્મની કેવી વિચિત્ર બંધસ્થિતિ છે ? જેને સ્વપ્ન પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે, એ જ અંગાભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. તે જિન - વર્ધ્વમારાદિ સપુરુષો કેવા મહાન મનોજયી હતા ! તેને મૌન રહેવું - અમૌન રહેવું બન્ને સુલભ હતું, તેને સર્વે અનુકૂળ - પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ - હાનિ સરખી હતી; તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાનો જય એક કલ્પ થવો દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી !