________________ 80 પ્રતાપી પુરુષ વિ. સં. 1945 નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જણે નિર્મૂળ કર્યા છે, અનેકાંતદ્રષ્ટિયુક્ત એકાંતદ્રષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.