________________ 74 પરતંત્રતા માટે ખેદ વિવાણિયા, ભાદરવા સુદ 2, 1945 સુજ્ઞ ચિ૦ સંવત્સરી સંબંધી થયેલા મારા દોષની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. તમારા સમગ્ર કુટુંબને અવિનયાદિકને માટે ક્ષમાવું છું. પરતંત્રતા માટે ખેદ છે. પરંતુ હમણાં તો નિરુપાયતા છે. પત્રનો ઉત્તર લખવામાં ચીવટ રાખશો. મહાસતીજીને અભિવંદન કરશોજી. રાજ્ય ના ય૦ આ૦