________________ આ વેળા લઘુત્વભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છેઃ દ્રવ્ય(તેનો વસ્તુસ્વભાવ)થી, ક્ષેત્ર(કંઈ પણ તેનું વ્યાપવું - ઉપચારે કે અનપચારે)થી, કાળથી અને ભાવ તેના ગુણાદિક ભાવ)થી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જો એ પ્રજ્ઞાપનીયતાએ આત્માની વ્યાખ્યા અવકાશાનુકૂળ દર્શાવો, તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે; પણ આપના વિચારો આગળથી કંઈ સહાયક થઈ શકશે એમ ગણી આ પ્રયાસન કર્યું છે. ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે; અને 0 0 0 પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્ર વિનયભાવે પૂર્ણ કરું છું. આ ભૂમિકા તે શ્રેષ્ઠ યોગભૂમિકા છે. અહીં એક સમુનિ ઇ0નો મને પ્રસંગ રહે છે. વિ. આ૦ રાયચંદ રવજીભાઈના પ્ર0