________________ 66 નિગ્રંથનાં બોધેલાં શાસ્ત્રના શોધ માટે અમદાવાદ, જયેષ્ઠ વદ 12, ભોમ, 1945 આપને મેં વવાણિયા બંદરથી પુનર્જન્મ સંબંધી પરોક્ષજ્ઞાનની અપેક્ષાએ એકાદ બે વિચારો દર્શાવ્યા હતા; અને એ વિષે અવકાશ લઈ કેટલુંક દર્શાવી પછી પ્રત્યક્ષ અનુભવગમ્ય જ્ઞાનથી તે વિષયનો નિશ્ચય મારા સમજવામાં જે કંઈ આવ્યો છે તે દર્શાવવાની ઇચ્છા રાખી છે. એ પત્ર જયેષ્ઠ સુદ 5 મે આપને મળેલું હોવું જોઈએ. અવકાશ પ્રાપ્ત કરી કંઈ ઉત્તર ઘટે તો ઉત્તર, નહીં તો પહોંચ માત્ર આપી પ્રશમ આપશો, એ વિજ્ઞાપના છે. નિર્ગથનાં બોધેલાં શાસ્ત્રના શોધ માટે અહીં સાતેક દિવસ થયાં મારું આવવું થયું છે. ધર્મોપજીવનના ઇચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ.