________________ 58 શાસ્ત્રમાં માર્ગ, મર્મ તો સપુરુષના અંતરાત્મામાં મોરબી, ચૈત્ર વદ 10, 1945 ચિ૦, તમારા બન્નેના પત્રો મળ્યા. સ્યાદ્વાદદર્શન સ્વરૂપ પામવા માટે તમારી પરમ જિજ્ઞાસાથી સંતોષ પામ્યો છું. પણ આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો, કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એ માટે મેળાપે વિશેષ ચર્ચી શકાય. ધર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે; પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે. માગેલ કાવ્યો પ્રસંગ લઈને મોકલીશ. દોહરાના અર્થ માટે પણ તેમ જ. હમણાં તો આ ચાર ભાવના ભાવશો: મૈત્રી (સર્વ જગત ઉપર નિવૈરબુદ્ધિ); અનુકંપા (તેમનાં દુ:ખ ઉપર કરુણા); પ્રમોદ (આત્મગુણ દેખી આનંદ); ઉપેક્ષા (નિસ્પૃહ બુદ્ધિ). એથી પાત્રતા આવશે.