________________ 51 મહાન બોધ - નવાં કર્મ ન બંધાય તેવી સચેતતા વવાણિયા બંદર, માહ વદ 7, 1945 નીરાગી પુરુષોને નમસ્કાર ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ પુરુષોનો મહાન બોધ છે. આત્માભિલાષી, - જો ત્યાં તમને વખત મળતો હોય તો જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. (કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્ય છૂટકો છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતા રહેશો. વિશેષ લખતાં અત્યારે અટકું છું. વિ. રાયચંદના સપુરુષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશો.