________________ 50 અંતઃકરણ દર્શાવવાનાં પાત્રોની દુર્લભતા- ચાર પુરુષાર્થ પ્રાપ્તિ-પ્રમાદ મહામોહનીયનું બળ વવાણિયા, મહા વદ 7, શુક્ર, 1945 સપુરુષોને નમસ્કાર સુજ્ઞ, વૈરાગ્ય ભણીના મારા આત્મવર્તન વિષે પૂછો છો તે પ્રશ્નનો ઉત્તર કયા શબ્દોમાં લખું? અને તેને માટે તમને પ્રમાણ શું આપી શકીશ ? તોપણ ટૂંકામાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું તિત્વ ?] સમત કરીએ, કે ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે, પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્યપ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી. આંતર-પ્રવૃત્તિ ગમે તેટલી નીરાગશ્રેણિ ભણી વળતી હોય પણ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે. - બોલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં અને કાંઈ પણ કામ કરતાં લૌકિક શ્રેણિને અનુસરીને ચાલવું પડે, જો એમ ન થઈ શકે તો લોક કુતર્કમાં જ જાય, એમ મને સંભવે છે. તો પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે. તમારા સઘળાઓનું માનવું મારી (વૈરાગ્યમયી) વર્તનાને માટે કંઈ વાંધાભરેલું છે, તેમ જ કોઈનું માનવું મારી તે શ્રેણિ માટે શંકાભરેલું પણ હોય, એટલે તમે ઇત્યાદિ વૈરાગ્યમાં જતો અટકાવવા પ્રયત્ન કરો અને શંકાવાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં, એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે, એથી મારું માન્ય એમ જ છે, કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાયે ભૂમિતળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવન પર્યંત સમાધિભાવ સંયુક્ત રહે, તો પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. હમણાં તો તમે જુઓ છો તેમ છું. સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. ધર્મસંબંધી મારી વર્તના તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દ્રશ્ય થતી હોય તે ખરી, પૂછવી જોઈતી નહોતી. પૂછતાં કહી શકાય તેવી પણ નથી. સહજ ઉત્તર આપવો ઘટે તે આપ્યો છે. શું થાય છે અને પાત્રતા ક્યાં છે એ જોઉં છું. ઉદય આવેલાં કર્મો ભોગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોઉં એમ કહેવું તે આત્મપ્રશંસારૂપ જ સંભવે છે. બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહો. પ્રયત્ન જેમ આત્મા ઊર્ધ્વગતિનો પરિણામી થાય તેમ કરો. સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામોહનીયનું બળ છે. વિ. રાયચંદના સપુરુષોને નમસ્કાર સહિત પ્રણામ.