________________ 49 આશીર્વાદ આપ્યા જ કરો વિવાણિયા, માહ વદ 7, શુક્ર, 1945 સપુરુષોને નમસ્કાર ગઈ કાલે સવારે તમારો પત્ર મળ્યો. કોઈ પણ રીતે ખેદ કરશો નહીં. એમ થનાર હતું તો એમ થયું એ કંઈ વિશેષ કામ ન હતું. આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ, તે સર્વેના મનનું સમાધાન કરી, આ સંગતને ઇચ્છો અને આ સંગત કે આ પુરુષ તે પરમાત્મતત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો. તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશો. ધર્મધ્યાન ધ્યાવન કરવા ભલામણ છે. આ પત્ર જૂઠાભાઈને તુરત આપો. વિ. રાયચંદના પ્રણામ વાંચશો.