________________ 46 આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો માગશર, 1945 તમારો પ્રશસ્તભાવભૂષિત પત્ર મળ્યો. ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો. મારા પર પ્રશસ્તભાવ આણો એવું હું પાત્ર નથી, છતાં જો તમને એમ આત્મશાંતિ થતી હોય તો કરો. બીજું ચિત્રપટ તૈયાર નહીં હોવાથી જે છે તે મોકલું છું. મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. અત્યારે એ જ. રાયચંદના પ્રણામ