________________ 45 ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો મુંબઈ, માગશર વદ 0)), 1945 સુજ્ઞ, જૂઠાભાઈની સ્થિતિ વિદિત થઈ. હું નિરુપાય છું. જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો, પણ મને પોતાને, તમ સઘળાને એ રસ્તે આધીન ન કરો. પ્રણામ લખું તેની પણ ચિંતા ન કરો. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાને નથી. વિ. રાયચંદના પ્રણામ.