________________ 44 શોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા મુંબઈ, માગશર વદ 12, શનિ, 1945 સુજ્ઞ, વિશેષ વિદિત થયું હશે. હું અહીં સમયાનુસાર આનંદમાં છું. આપનો આત્માનંદ ચાહું છું. ચિ૦ જૂઠાભાઈની આરોગ્યતા સુધરવા પૂર્ણ ધીરજ આપશો. હું પણ હવે અહીં થોડો વખત રહેવાનો છું. એક મોટી વિજ્ઞપ્તિ છે, કે પત્રમાં હમેશાં શોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશો. વિશેષ હવે પછી. રાયચંદના પ્રણામ.