SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 43 મારા ભણી મોહદશા ન રાખો મુંબઈ, માર્ગશીર્ષ વદિ 7, ભોમ, 1945 જિનાય નમઃ સુજ્ઞ, આપનો પત્ર સુરતથી લખેલો મને આજ રોજ સવારના અગિયારે મલ્યો. તેમાંની વિગતથી એક પ્રકારે શોચ થયો, કારણ આપને નિષ્ફળ ફેરો થયો. જોકે મેં આગળથી હું સુરત થોડું રોકાવાનો છું, એમ દર્શાવવાને એક પતું લખ્યું હતું, તે આપને વખતસર હું કહ્યું છું કે નહીં મલ્યું હોય. હશે - હવે આપણે થોડા વખતમાં દેશમાં મલી શકીશું. અહીં હું કંઈ બહુ વખત રોકાવાનો નથી. આપ ધીરજ ધરશો, અને શોચને ત્યાગશો, એમ વિનંતી છે. મળવા પછી હું એમ ઇચ્છું છું કે, આપને પ્રાપ્ત થયેલો નાના પ્રકારનો ખેદ જાઓ ! અને તેમ થશે. આપ દિલગીર ન થાઓ. સાથેનો ચિ૦ ની વિનંતીરૂપ પત્ર મેં વાંચ્યો હતો. તેઓને પણ ધીરજ આપો. બન્ને ભાઈઓ ધર્મમાં પ્રવર્તન કરો. મારા ભણી મોહદશા નહીં રાખો. હું તો એક અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સપુરુષો ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો. તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરો એ મારી નિરંતર પ્રાર્થના છે. બન્ને સાથે મળી આ પત્ર વાંચશો. ઉતાવળ હોવાથી આટલેથી અટકું છું. લિ. રાયચંદના પ્રણામ વાંચશો.
SR No.330163
Book TitleVachanamrut 0043
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy