________________ 42 શું નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો? ભરૂચ, માગશર સુદ 12, 1945 ચિ૦ જૂઠાભાઈ, જ્યાં પત્ર આપવા જાઓ છો ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશો. પ્રભુભક્તિમાં તત્પર રહેશો. નિયમને અનુસરશો, અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો, એમ મારી ભલામણ છે. જગતમાં નીરાગીત્વ, વિનયતા અને સત્પરુષોની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ ! અહીં ચારેક દિવસ રોકાવાનું થશે. વિ. રાયચંદ