________________ 36 મતભેદથી અનંત કાળે પણ ધર્મ ન પામ્યો મુંબઈ, ભાદ્રપદ વદ 1, શનિ, 1944 વંદામિ પાદે પ્રભુ વદ્ધમાન પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંત કાળે, અનંત જન્મ પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે સત્પરુષો તેને ઇચ્છતા નથી; પણ સ્વરૂપશ્રેણિને ઇચ્છે છે.