________________ 29 નિશ્ચિત રહેશો મુંબઈ, કારતક સુદ 5, 1944 રા. રા. ચત્રભુજ બેચરની સેવામાં વિનય વિનંતી કે: મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેશો. આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજો. એમ કરવું મારા પર કૃપાભરેલું ઠરશે. વખતનો રૂડો ઉપયોગ કરતા રહેશો, ગામ નાનું છે તોપણ. ‘પ્રવીણસાગર' ની તજવીજ કરી મોકલાવી દઈશ. નિરંતર સઘળા પ્રકારથી નિશ્ચિત રહેશોજી. લિ. રાયચંદના જિનાય નમ: