________________ શિક્ષાપાઠ 104. વિવિધ પ્રશ્નો - ભાગ 3 પ્ર0- કેવલી અને તીર્થકર એ બન્નેમાં ફેર શો ? ઉ0- કેવલી અને તીર્થકર શક્તિમાં સમાન છે; પરંતુ તીર્થકરે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપાજર્યું છે, તેથી વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. પ્ર0- તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે ? એ તો નીરાગી છે. ઉ0- તીર્થકરનામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેચવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. પ્ર0- હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે? ઉ0- શ્રમણ ભગવાન મહાવીરનું પ્ર0- મહાવીર પહેલાં જૈનદર્શન હતું ? ઉ0- હા. પ્ર0- તે કોણે ઉત્પન્ન કર્યું હતું ? ઉ0- તે પહેલાંના તીર્થકરોએ. પ્ર0- તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે ? ઉ0- તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી, પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી. પ્ર0- એઓનો મુખ્ય ઉપદેશ શો છે ? ઉ0- આત્માને તારો; આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો; એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. પ્ર0- એ માટે તેઓએ કયાં સાધનો દર્શાવ્યાં છે ? ઉ0- વ્યવહારનયથી સતદેવ, સધર્મ અને સતગુરૂનું સ્વરૂપ જાણવું; સતદેવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચરવો અને નિર્ગથ ગરૂથી ધર્મની ગમ્યતા પામવી. પ્ર0- ત્રિવિધ ધર્મ કયો ? ઉ0- સમ્યગજ્ઞાનરૂપ, સમ્યગદર્શનરૂપ અને સમ્યફચારિત્રરૂપ.