________________ શિક્ષાપાઠ 101 સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો 1. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. 2. જે મનુષ્ય સપુરુષોનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બન્ને સમાન દુઃખદાયક છે. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. ઇંદ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. 8. યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. 9. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિયસ્વરૂપ છે. 10. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.