________________ શિક્ષાપાઠ 93. તત્ત્વાવબોધ - ભાગ 12 એ તો તમારા લક્ષમાં છે કે જીવ, અજીવ અને અનુક્રમથી છેવટે મોક્ષ નામ આવે છે. હવે તે એક પછી એક મૂકી જઈએ તો જીવ અને મોક્ષને અનુક્રમે આશ્ચંત રહેવું પડશે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. મેં આગળ કહ્યું હતું કે એ નામ મૂકવામાં જીવ અને મોક્ષને નિકટતા છે. છતાં આ નિકટતા તો ન થઈ પણ જીવ અને અજીવને નિકટતા થઈ પરંતુ એમ નથી. અજ્ઞાન વડે તો એ બન્નેને જ નિકટતા રહી છે. જ્ઞાન વડે જીવ અને મોક્ષને નિકટતા રહી છે જેમ કે : નવ ત , નામ ચક્ર હવે જુઓ, એ બન્નેને કંઈ નિકટતા આવી છે ? હા, કહેલી નિકટતા આવી ગઈ છે. પણ એ નિકટતા તો દ્રવ્યરૂપ છે. જ્યારે ભાવે નિકટતા આવે ત્યારે સર્વ સિદ્ધિ થાય. એ નિકટતાનું સાધન સત્પરમાત્મતત્ત્વ, સગુરૂતત્વ અને સદ્ધર્મતત્વ છે. કેવળ એક જ રૂપ થવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.