________________ શિક્ષાપાઠ 88. તત્ત્વાવબોધ - ભાગ 7 ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં ત્રણ મહાજ્ઞાન પરંપરાસ્નાયથી ભારતમાં જોવામાં આવતા નથી, તેમ છતાં હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી, છતાં મારું જેટલું સામાન્ય લક્ષ પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ, એમ મને સંભવ રહે છે. ત્યારે તેમણે કહ્યું, જો તેમ સંભવ થતો હોય તો એ ત્રિપદી જીવ પર ‘ના’ ને ‘હા’ વિચારે ઉતારો. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે ? તો કે ના. જીવ શું વિજ્ઞતારૂપ છે ? તો કે ના. જીવ શું ધૃવરૂપ છે? તો કે ના. આમ એક વખત ઉતારો અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે ? તો કે હા, જીવ શું વિષ્મતારૂપ છે ? તો કે હા, જીવ શું ધૃવરૂપ છે ? તો કે હા. આમ ઉતારો. આ વિચારો આખા મંડળે એકત્ર કરી યોજ્યા છે. એ જો યથાર્થ કહી ન શકાય તો અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિષ્ણરૂપે હોય એ વસ્તુ ધૃવરૂપે હોય નહીં, એ પહેલી શંકા. જો ઉત્પત્તિ, વિપ્નતા અને ધ્રુવતા નથી તો જીવ કયા પ્રમાણથી સિદ્ધ કરશો ? એ બીજી શંકા. વિપ્નતા અને ધ્રુવતાને પરસ્પર વિરોધાભાસ એ ત્રીજી શંકા. જીવ કેવળ ધ્રુવ છે તો ઉત્પત્તિમાં હા કહી એ અસત્ય અને ચોથો વિરોધ. ઉત્પન્ન યુક્ત જીવનો ધ્રુવ ભાવ કહો તો ઉત્પન્ન કોણે કર્યો ? એ પાંચમો વિરોધ. અનાદિપણું જતું રહે છે એ છઠ્ઠી શંકા. કેવળ ધ્રુવ વિઘ્નરૂપે છે એમ કહો તો ચાર્વાકમિશ્ર વચન થયું એ સાતમો દોષ. ઉત્પત્તિ અને વિઘ્નરૂપ કહેશો તો કેવળ ચાર્વાકનો સિદ્ધાંત એ આઠમો દોષ. ઉત્પત્તિની ના, વિગ્નતાની ના અને ધ્રુવતાની ના કહી પાછી ત્રણેની હા કહી એના પુનઃરૂપે છ દોષ. એટલે સરવાળે ચૌદ દોષ, કેવળ ધૃવતા જતાં તીર્થંકરનાં વચન તૂટી જાય એ પંદરમો દોષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતાં કર્તાની સિદ્ધિ થતાં સર્વજ્ઞ વચન તૂટી જાય એ સોળમો દોષ. ઉત્પત્તિ વિષ્ણરૂપે પાપપુણ્યાદિકનો અભાવ એટલે ધર્માધર્મ સઘળું ગયું એ સત્તરમો દોષ, ઉત્પત્તિ વિપ્ન અને સામાન્ય સ્થિતિથી (કેવળ અચળ નહીં) ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ અઢારમો દોષ.