________________ 4. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જીવ એ ચૈતન્ય લક્ષણે એકરૂપ છે. દેહસ્વરૂપે અને દ્રવ્યસ્વરૂપે અનંતાનંત છે. દેહસ્વરૂપે તેના ઇંદ્રિયાદિક જાણવારૂપ છે. તેની ગતિ, વિગતિ ઇત્યાદિક જાણવારૂપ છે. તેની સંસર્ગરિદ્ધિ જાણવારૂપ છે. તેમ જ ‘અજીવ', તેના રૂપી અરૂપી પુગળ, આકાશાદિક વિચિત્ર ભાવ, કાળચક્ર ઇ0 જાણવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિરૂપ નવતત્વ કહ્યાં છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. એમાંનાં કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણવારૂપ, કેટલાંક ત્યાગવારૂપ છે. સઘળાં એ તત્ત્વો જાણવારૂપ તો છે જ. 5. જાણવાનાં સાધન : સામાન્ય વિચારમાં એ સાધનો જોકે જાણ્યાં છે, તોપણ વિશેષ કંઈક જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કોઈક જ જાણે છે. નહીં તો નિગ્રંથ જ્ઞાની ગુરૂ જણાવી શકે. નીરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરૂ એ સાધનરૂપ છે; એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધનો છે. એ, સાધનો પ્રાપ્ત કરવાની વાત કહીએ તો પણ ચાલે. 6. એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામના ઉત્તરનો આશય ઉપર આવી ગયો છે, પણ કાળભેદે કંઈ કહેવાનું છે; અને તે એટલું જ કે દિવસમાં બે ઘડીનો વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્વબોધની પર્યટના કરો. વીતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણીયનો બહ ક્ષયોપશમ થશે એમ હું વિવેકથી કહું છું.