________________ શિક્ષાપાઠ 74. ધર્મધ્યાન - ભાગ 1 ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિર્ગથપ્રવચનનું તત્ત્વ પામવા માટે, સપુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છે. પહેલા ચાર ભેદ કહું છું. आणाविजय આજ્ઞાવિચય | अवायविजय અપાયરિચય विवागविजय | વિપાકવિચય संठाणविजय સંસ્થાનવિજય આજ્ઞાવિચય- આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે, એમાં શંકા કરવા જેવું નથી; કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્વ આવતું નથી. પરંતુ અહંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ, કારણ એઓ નીરાગી, ત્યાગી અને નિઃસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહીં, તેમ એઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી, ત્યાં એ સંબંધી મૃષા ક્યાંથી હોય ? એવું જે ચિંતન કરવું તે ‘આજ્ઞાવિજય’ નામે પ્રથમ ભેદ છે. અપાયરિચય- રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે અપાયવિજય’ નામે બીજો ભેદ છે. અપાય એટલે દુઃખ. 2. વિપાકવિચય- હું જે જે ક્ષણેક્ષણે દુઃખ સહન કરું છું, ભવાટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું છું, તે સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. એ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ છે. સંસ્થાનવિચય- ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવું તે. લોકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટાનકોટીએ તીરછો લોક છે, જ્યાં અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. અસંખ્યાતા જ્યોતિષીય, વાણવ્યંતરાદિકના નિવાસ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જઘન્ય તીર્થકર વીશ, ઉત્કૃષ્ટા એકસો સિત્તેર હોય, તથા કેવળી ભગવાન અને નિર્ગથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમાણેમિ, કલ્યાણ મંગલં, દેવયં, ચેઈય, પજ્વાસામિ” એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ કરી તે તીરછા લોક થકી અસંખ્યાત ગુણો અધિક ઊર્ધ્વલોક છે. ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઇષત પ્રાશ્મારા છે. તે પછી મુક્તાત્માઓ વિરાજે છે. તેને “વંદામિ, યાવત